વિધાન 1 : ભવનાથ મહાદેવ મેળો જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે.
વિધાન 2 : ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ગુણભાખારી ગામમાં યોજાય છે. હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે.
વિધાન 3 : આ મેળો દર વર્ષે વૌઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વૌઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે. આ મેળો કાર્તિકી પૂર્ણિમા - ગુજરાતી કાર્તિક મહિનાની પૂર્ણિામા દરમ્યાન યોજાય છે.
આપેલા વિધાનો ચકાસો.