ભારતમાં પરમાણ્વીય ઊર્જા વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1. ભારત તેના શસ્ત્ર કાર્યક્રમને કારણે પરમાણુ બિન-પ્રસાર સંધિમાં સમાવિષ્ટ નથી. તે 34 વર્ષ માટે મહદ અંશે પરમાણુ મથકો અને સામગ્રીના વ્યાપારમાંથી બાકાત હતું જેના કારણે 2009 સુધી નાગરિક પરમાણુ ઊર્જા વિકાસમાં અવરોધ ઉભો કર્યો હતો.
2. અગાઉના વેપાર પ્રતિબંધો અને સ્વદેશી યુરેનિયમના અભાવને કારણે ભારત તેના થોરીયમના ભંડારનો ઉપયોગ કરવા માટે અનોખી રીતે પરમાણુ ઈંધણચક્ર વિકસાવી રહ્યું છે.
યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.