નીચે આપેલા વિધાનો ચકાસો :
1. ગંગા : ગંગાનો સ્ત્રોત એ ગૌ મુખ ખાતે છે કે જ્યાં ગંગોત્રી હિમનદીના ગહન ઊંડાણમાંથી મહાનદીનો ઉદ્ભવ થાય છે. ગંગોત્રી હિમનદી સમુદ્રની સપાટીથી 4255 મી. ની ઊંચાઈએ સ્થિત છે અને તે આશરે 24 કિ.મી. લંબાઈ અને 7-8 કિ.મી. ની પહોળાઈ ધરાવે છે. અહીં આ નદી ભાગીરથી તરીકે ઓળખાય છે અને ત્યારબાદ તે અલકનંદા નદીને મળે છે અને ગંગા બની જાય છે.
2. ગોદાવરી : 1465 કિ.મી.ની લંબાઈ ધરાવતી તે ભારતની એકમાત્ર નદી છે કે જે પશ્ચિમથી દક્ષિણ ભારત તરફ વહે છે. તે ‘દક્ષિણની ગંગા’ અથવા ‘બુડી ગંગા’ તરીકે પણ ઓળખાય છે. ગોદાવરી મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક પાસે ઉદ્ભવે છે અને પૂર્વની તરફ દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાંથી વહીને આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નારસપુરમ પાસે બંગાળની ખાડીને મળે છે.