સાયબર સુરક્ષિત ભારત વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ભારતમાં સાયબર સીક્યોરીટી ઈકોસીસ્ટમને મજબૂત બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને અને માનનીય વડાપ્રધાનની 'ડીજીટલ ઈન્ડિયા' માટેની દૂરદર્શિતાને અનુરૂપ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (Meity) એ રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ (NeGD) તથા ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને સાયબર સુરક્ષિત ભારત પહેલ શરૂ કરી.
2. ઉપરોક્ત કાર્યક્રમ માટે તમામ રાજ્ય અને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ એ લક્ષ્ય સમુદાય છે.
યોગ્ય કોડ પસંદ કરી ઉત્તર આપો.