અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની માહિતી નીચે આપી છે. આ માહિતી ચકાસો.
1. ગાગા વન્યજીવ અભયારણ્ય - તે ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું છે અને આ પ્રદેશ સૌથી વધુ વરસાદ માટે પ્રખ્યાત છે. ત્યાં ભસતા હરણ (barking deer), ભારતીય સિવેટ બિલાડી (Indian civet cat), સામાન્ય નોળીયા (common mongoose), બોનેટ મકાક (bonnet macaque), ચિત્તો (leopard), અજગર (python), ઉડતી ખિસકોલી (flying squirrel), હાયના (hyena), ચિતલ (chital), સાંબર (sambar), ચાર શિંગડાવાળા કાળીયાર (fourhorned antelope), ગ્રે જંગલ મરઘી (grey jungle fowls), ક્લોરોપ્સીસ (cloropsis), ફલાયકેચર (flycatcher) જોવા મળે છે.
2. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન - 1976માં સ્થાપવામાં આવેલ વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં ભાવનગર ખાતે સ્થિત છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન એ કાળીયારની દુર્લભ પ્રજાતિઓ માટે પ્રખ્યાત છે. આ વન્યજીવ અભયારણ્ય એ આશરે 3000 થી વધુ કાળીયાર તથા ફલેમીંગો, પેલીકન, સફેદ અને રંગબેરંગી સ્ટોરક્સ (storks) સહિતના 120થી વધુ પક્ષી પ્રજાતિઓનું નિવાસસ્થાન છે.