પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ યોજના નાના દુકાનદારોને, છૂટક વેપારીઓને અને સ્વરોજગાર ધરાવતા લોકોને માસિક રૂ. 3000 નું લઘુત્તમ માસિક પેન્શન પૂરું પાડશે.
2. 50 વર્ષની ઉંમર બાદ લાભાર્થીને પેન્શન આપવામાં આવશે.
3. 18 થી 40 વર્ષની વય જૂથ ધરાવતા અને વસ્તુ તથા સેવા કર (GST) નું ટર્ન ઓવર રૂ. 1.5 કરોડથી નીચે હોય તેવા સ્વરોજગાર ધરાવનાર લોકો, નાના દુકાનદારો અને છૂટક વેપારીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.
4. ઉપર મુજબની પાત્રતા ધરાવતા લોકો રાષ્ટ્રીય પેન્શન યોજના, કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ હોવા જોઈએ નહિ.