એક નાની કંપનીમાં ઉચ્ચ અધિકારીઓ : સીઈઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, સચિવ અને ખજાનચી માટે તે જ ક્રમમાં પાર્કિંગ ની જગ્યા અનામત રાખેલ છે. પાર્કિંગ જગ્યાનો ગાર્ડ ગાડીઓના રંગ જોઈ ક્ષણભમરમાં ગાડીઓ યોગ્ય રીતે પાર્ક થયેલ છે કે કેમ તે કહી શકે છે. ગાડીઓના રંગ પીળો, લીલો, જાંબુડિયો, લાલ અને વાદળી તથા અધિકારીઓના નામ P,Q,R,S, અને T છે. (રંગ અને નામ ક્રમાનુસાર હોય તે જરૂરી નથી)
પ્રથમ સ્થાને લાલ રંગની ગાડી છે.
વાદળી રંગની ગાડી લાલ અને લીલા રંગની ગાડીઓ વચ્ચે પાર્ક થયેલી છે.
છેલ્લી જગ્યામાં જાંબુડિયા રંગની ગાડી છે.
સચિવ પીળી ગાડી ચલાવે છે.
P ની ગાડી S ની ગાડીની તરત બાજુમાં પાર્ક થયેલી છે.
T લીલા રંગની ગાડી ચલાવે છે.
Q ની ગાડી R અને T ની ગાડીઓની વચ્ચે છે.
S ની ગાડી છેલ્લી જગ્યામાં પાર્ક થયેલી છે.
સચિવ કોણ છે?