GPSC Class 1 - 2 2019 Paper 1

Question 164
DIFFICULTCorrect: +1Incorrect: -1

એક કુટુંબમાં P, Q, R, S, T, U, V અને W એમ કુલ આઠ સભ્યો છે. આ આઠ સભ્યો ત્રણ અલગ અલગ પેઢીઓ (Generations) સાથે સંબંધિત છે, જેમાં ત્રણ દંપતી છે અને 2 સભ્યો કુંવારા છે. પ્રત્યેક દંપતીને ઓછામાં ઓછું એક સંતાન છે.
વધુમાં, આ આઠ લોકો આઠ અલગ અલગ કંપનીઓ A, B, C, D, E, F, G અને H માં (ક્રમાનુસાર હોય તે જરૂરી નથી) કામ કરે છે. કુટુંબમાં ફક્ત V અને R એક માતાના સંતાનો (siblings) છે. U, W, R અને S એક જ જાતિના છે. W અને V દંપતી નથી. A કંપનીમાં કામ કરતી વ્યક્તિ એ F કંપનીમાં કામ કરતી સ્ત્રીની માતા છે. V એ E કંપનીમાં કામ કરતો નથી અને ઙ તેની પુત્રી છે. R એ કંપની B માં કામ કરે છે. કંપની G અને કંપની E માં કામ કરતી વ્યક્તિઓ એક જ પેઢીની છે. કંપની G માં કામ કરતી વ્યક્તિ સ્ત્રી છે, કંપની E માં કામ કરતી વ્યક્તિ પુરુષ છે. કંપની C માં કામ કરતી વ્યક્તિ એ Q, કે જે કંપની D માં કામ કરે છે, ના નાના (maternal grandfather) છે. T કંપની H માં કામ કરે છે.
નીચે પૈકી કયું વિધાન / કયા વિધાનો નિશ્ચિતપણે સાચું છે/ સાચા છે ?

    a
    U કંપની A માં કામ કરે છે.
    b
    W એ P ની પુત્રી છે
    c
    Q પુરુષ છે
    d
    ઉપરના પૈકી કોઈ નહીં